પાટણ શહેરમાં ગઈકાલે ખાબકેલા વરસાદમાં રેલવે ગરનાળા સહિત નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા
રેલવે ગરનાળા સહિત નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા: રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 22 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે પાટણ શહેર સહિત પંથક માં બપોર ના સમયે કાળાં ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અસહ્ય ઉકળાટ વચ્ચે અચાનક શરૂ થયેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
પાટણ શહેર સહિત પંથકમાં છેલ્લા બે દિવસ થી ભારે ઉકળાટ બાદ ગુરૂવારે હવામાન વિભાગે કરેલ આગાહી પગલે પાટણ સહિત ચાણસ્મા, શંખેશ્વર અને સરસ્વતી વિસ્તારમાં બપોર પછી મેઘરાજા નું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
પાટણ સહિત પંથક ના ઉપરોક્ત વિસ્તારમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે ગરનાળા સહિત નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી.
પાટણ શહેર સહિત પંથકમાં પડેલા વરસાદ ના આંકડાકીય માહિતી આપતાં ડિઝાસ્ટર વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં બપોરે 2 થી સાંજના 6 કલાક સુધી મા 36 M. M. વરસાદ સાથે શહેરમાં સિઝનનો કુલ વરસાદ 438 M. M નોધાયો હોવાનું જણાવ્યું હતું.
Tags drains heavy rains Patan city