પાટણમાં ધોધમાર વરસાદ પડતા 1 કલાકમાં 3 ઇંચ ખાબક્યો.

પાટણ
પાટણ 139

પાટણ શહેર સહિત જિલ્લામાં સાંજે અચાનક ધોધમાર વરસાદ વરસતા પાટણ શહેરમાં માત્ર એક કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જ્યારે સરસ્વતી અને હારિજમાં 1 ઇંચ,ચાણસ્મા,રાધનપુર પોણો ઇંચ,સિદ્ધપુર 9 મીમી શંખેશ્વર 5મીમી વરસાદ
વરસ્યો હતો.

પાટણ શહેરમાં સાંજે 6:00 થી 7:00માં ધોધમાર વરસાદ પડતા 1 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે ટેલિફોન એક્સચેન્જથી લીલીવાડી જતા રોડ પર ઢીંચણ સમા વરસાદી પાણી ભરાતા રસ્તો બ્લોક થઈ ગયો હતો જ્યારે આ વિસ્તારની કર્મભૂમિ મીનળ પાર્ક ભવાનીપાર્ક પ્રભુનગર ઉત્સવ નગર શીશબંગ્લોઝ સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા રહીશો ચિંતામાં મુકાયા હતા. આ ઉપરાંત શહેરના રેલવે સ્ટેશન રોડ રેલવે ગરનાળા, આબુવાલાનું ડેલું, સિદ્ધપુર હાઈવે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે, કે.કે ગર્લ્સ સ્કૂલ પાસે, ગાયત્રી મંદિર રોડ, જલારામ મંદિર રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, કોર્ટ રોડ પર ઢીંચણ સુધીના પાણી ભરાયા હતા. જેના કારણે રોડ પર વાહનોની અવર-જવર બંધ થઈ ગઈ હતી ધોધમાર વરસાદના કારણે અંધારું થઈ જતા લોકોએ સાંજના સમયે લાઈટો ચાલુ કરી વાહનો ચલાવવા પડ્યા હતા.

પાટણ શહેરમાં સાઈબાબા મંદિર સામે મંદિરના ચોકિયાતના મકાન પર ભારે વરસાદના કારણે તોતિંગ ઝાડ તૂટી પડતાં ઘરના ત્રણ સભ્યો સહિત ભેંસને ઇજાઓ થવા પામી હોવાની જાણકારી મળી હતી.

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે કડાકા સાથે વીજળી પડતાં શોર્ટ સર્કિટથી બે મકાનોનું વાયરિંગ બળી ગયું હતું, જ્યારે ટીવી ચેનલની બે ડીશના કેમેરા તૂટી ગયા હતા, ટીવીનું રીસીવર પણ તૂટી ગયું હતું, મકાનમાં તિરાડ પડી ગઇ હતી, જ્યારે બે પક્ષીઓના મોત થયા હતા

 

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.