
પાટણ શહેર સહિત પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો રેલવે ગરનાળામાં પાણી ભરાયા
પાટણ શહેરમાં બે દિવસ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રવિવારે બપોર બાદ વરસાદ શરૂ થયો હતો તે અત્યાર સુધી ધીમીધારે વરસાદ વરસી રહ્યો. આખી રાત વરસાદ વરસતા શહેરના બંને રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. જેથી રસ્તો બંધ થતા યુનિવર્સિટી રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી.પાટણમાં છેલ્લા 24 કલાકમાં પાટણમાં 78 મિમિ, સાંતલપુર 41 મિમિ, રાધનપુર 21 મિમિ, સિદ્ધપુર 53 મિમિ, હારીજ 48 મિમિ, સમી 8 મિમિ, ચાણસ્મા16 મિમિ, શંખેશ્વર 16 મિમિ અને સરસ્વતી 25 મિમિ વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ જિલ્લામાં હાલ વરસાદ વરસી રહ્યો છે. જેમાં પાટણ સિદ્ધપુર,સરસ્વતી હારીજ,ચાણસ્મા, સમી,શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર સહિત તાલુકા રાત્રે વરસાદ પડ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તાર સહિત ખેડૂતોના ખેતર માં પાણી ભરાયા હતા.
પાટણ શહેર સહિત પંથકમાં વરસાદ વરસવાનું શરૂ થતાં દિવેલા ઘાસચારો કપાસ સહિત પાકોને જીવતદાન મળી ગયા છે. કઠોળમાં અડદ, મગ, કાપણી કરેલા ખેતરમાં પડેલા હોવાથી કેટલાક ખેડૂતોને તૈયાર થયેલા પાકમાં નુકસાન થયું હતું. ખેડૂતોના જણાવ્યાં મુજબ હાલમાં ઉતરા ફાલ્ગુની નક્ષત્ર હોવાથી આ વરસાદનું પાણી ખેતી પાક માટે અમૃત સમાન છે. આમ ઘણા સમય બાદ વરસાદ થતાં પાકોને જીવન દાન મળ્યું હતું.પાટણમાં રવિવારે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે શહેરીજનોને યાતનાઓ ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે પાટણના નગરજનોને વરસાદી પાણી ભરાવવાના કારણે સજૉયેલી મુશ્કેલીનું નગર પાલિકાના નવ નિયુક્ત પ્રમુખ હિરલ બેન પરમાર અને પક્ષના પૂર્વ નેતા દેવચંદ પટેલ સહિત પાલિકા સ્ટાફના કર્મચારીઓએ સ્થળ પર જઈને નગરજનોની વરસાદી પાણી ભરાવવાની સમસ્યા જાણી તેના નિકાલ માટે રહિશો સાથે વિચાર વિર્મશ કર્યો હતો.પાટણ નગર પાલિકાના નવનિયુક્ત પ્રમુખ હિરલબેન પરમાર અને પુવૅ નેતા દેવચંદભાઈ પટેલે ચાલુ વરસાદે શહેરના નિચાણવાળા વિસ્તારના રહિશોની મુશ્કેલી જાણવા આવતા રહિશોએ શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ હવે પરિપૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરી પાલિકા પ્રમુખ અને દેવચંદભાઈ પટેલનો આભાર માન્યો હતો.