
ચાણસ્મા પાલિકાના ભૂગર્ભ ગટરના ગંદા પાણીથી બ્રાહ્મણવાડામાં પાક નુકસાનની ભીતિ જોવા મળી
ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામની સીમમાં આવેલ સીમ તલાવડીમાં ત્યાંથી પસાર થતી ચાણસ્મા પાલિકાની ગટરલાઇન લીકેજ થતા પાણી સીમ તળાવમાં પસાર થઈ રહ્યું છે અને આ પાણી ચાણસ્માથી બ્રાહ્મણવાડા રોડની ચોકડીઓની સાઈડોમાં થઈને બ્રાહ્મણવાડા ગામ-તળાવ સુધી પહોંચવાની તૈયારીમાં છે અને વચ્ચે આવતા ખેતરોમાં ચોકડીઓ ઉભરાઈને 200 થી 300 વીઘા જમીનમાં પાણી ફરી વળવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.ત્યારે ગટરના ગંદા પાણી ગામની સીમમાં આવતું અટકાવવા પાલિકા,મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.ત્યારે આ સમસ્યાનો ઝડપી ઉકેલ નહિ આવે શિયાળુ પાકમાં રાયડો, ઘઉં નિષ્ફળ જવાની ભીતિ રહેવાનુ પણ જણાઈ આવ્યું હતું કે.જેમાં છેલ્લા એક વર્ષથી તળાવ ઉભરાઈને ગટરનું ગંદુ પાણી મંડલોપ ગામથી બ્રાહ્મણવાડા ગામને જોડતા રોડ તેમજ ખેતર વચ્ચે આવેલ ખાડામાં વહે છે.આમ ગયા વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ બંધ થયા પછી આ ગટરનું ગંદુ પાણી સતત અમારા ખેતરમાં આવ્યું હતું. જેના કારણે ચોમાસું વાવેતર કરી શક્યા નથી.શિયાળુ પાક રાયડો ઘઉં નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.