
પાટણમાંઆયોજીત લીઓ કલબ ઓફ સહયોગ થી દાંડીયા ધમાલ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન
પાટણ નગરીમાં નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શહેરનું યુવાધન નવરાત્રિ મહોત્સવની મજા માણી શકે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અનુસંધાને પાટણના પ્રગતિ મેદાન ખાતે માર્વેલ ગ્રુપ આયોજીત લાયન્સ, લીઓ કલબ ઓફ પાટણના સહયોગથી દાંડીયા ધમાલ નવરાત્રિ મહોત્સવ-2023 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.માર્વેલ ગ્રૂપના ભાવેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દાંડીયા ધમાલ નવરાત્રિ મહોત્સવ 2023માં સૌનો સાથ અને સહકાર મળી રહે જેથી આ મહોત્સવ રંગેચંગે ઉજવાય. તો ગરબે ઘુમવા આવતા ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી પુરુષ અને મહિલા બાઉન્સરોની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. તમામ ખેલૈયાઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવશે.
આ ઉપરાંત પ્રથમ દિવસે બજરંગદળની દુર્ગા વાહીની દ્વારા તલવાર રાસથી ગરબાનો પ્રારંભ કરાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. તો લીઓ કલબ ઓફ પાટણના મુકેશભાઈ પટેલ તેમજ મનોજભાઇ પટેલે દાંડીયા ધમાલ 2023 નવરાત્રિ મહોત્સવ અંગે પોતાની પ્રતિક્રિયાઓ વ્યકત કરી આ મહોત્સવમાં સૌ કોઈ સાથ સહકાર આપે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. તો મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાના ભાગરુપે સમગ્ર મેદાનમાં સીસીટીવી કેમેરા તેમજ ફાયર સેફટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો ખેલૈયાઓના ઉત્સાહને વધારવા માટે રોજબરોજ પ્રોત્સાહીત ઇનામો પણ રાખવામાં આવશે. આ પ્રસંગે માર્વેલ ગ્રુપ અને લીઓ કલબ ઓફ પાટણના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.