પાટણમાં GEBના હેલ્પરને વીજ કરંટ લાગતાં મોત

પાટણ
પાટણ

કોરોના મહામારી વચ્ચે ગઇકાલે વીજ કરંટ લાગતાં જીઇબીના હેલ્પરનું મોત થયુ છે. ગઇકાલે સાંજે છ વાગ્યા આસપાસ ડેર ગામી વીજલાઇન પર ફરજ બજાવતી વખતે તેમને કરંટ લાગ્યો હતો. જેમાં હેલ્પરનું ઘટનાસ્થળે જ મોત થતાં પરિવારજનો શોકમગ્ન બન્યા છે. આ તરફ બાલીસણા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતકની લાશને ધારપુર મેડીકલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી હતી.

પાટણ તાલુકાના ડેર ગામે ફરજ દરમ્યાન વીજ કર્મચારીને કરંટ લાગતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. ગઇકાલે સાંજે ડેર ગામે હેલ્પર સંદીપભાઇ મેવાડા(ઉ.વ.37) વીજ ડીપીમાં કામ કરી રહ્યા હતા. આ દરમ્યાન અચાનક વીજ કરંટ લાગતાં તેઓ મોતને ભેટ્યા છે. આ તરફ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ઘટનાને લઇ બાલીસણા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.

વીજ કર્મચારીને જ વીજ કરંટ લાગતાં ઘટનાસ્થળે મોતને લઇ પરિવારજનો સહિત ગ્રામજનોમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિકોના મતે વીજ પુરવઠો અલગ કર્યા વિના સિંગલ ફેઝ લાઇટીંગ વખતે તેઓ જીવંત વાયરને સ્પર્શી જતાં વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેઓ જમીન પર નીચે પડતાં તેમનું મોત થયુ હતુ. આ તરફ ઘટનાને લઇ મૃતકના પરિવારજનોને માથે આભ ફાટ્યુ જેવી સ્થિતિ સર્જાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.