પાટણનાં જલારામ ચોકમાં જેસીબીથી ગેસ પાઇપ તૂટતાં ફુવારો ઉડ્યો

પાટણ
પાટણ

પાટણનાં સુભાષચોકના ભુગર્ભ ગટરનાં પંપીંગ સ્ટેશનથી રેલ્વે પંપીંગ સ્ટેશન વચ્ચે અત્યારે નગરપાલિકાનાં કોન્ટ્રાક્ટર દ્વારા રાઇઝિંગ પાઇપ લાઇન નાંખવાની કામગીરી જે.સી.બી. દ્વારા ખાડા ખોદીને કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમ્યાન શહેરનાં જલારામ ચોક-ધનરત્ન ફલેટની આગળનાં ભાગે જે.સી.બી.નાં કામ વખતે એકાએક ખાડો ખોદતી વખતે જમીનની ત્રણ ચાર ફૂટ નીચેથી પસાર થતી પીવાનાં પાણીની અને સાબરમતિ ગેસની બંને પાઇપો તુટી ગઇ હતી. પાણીની પાઇપ તૂટતાં ચોતરફ પાણી રેલાયું હતું. જયારે ગેસની પાઇપ તુટી ત્યારે જે.સી.બી. અને કોન્ટ્રાકટરનાં કર્મચારી ઉપર જમીનમાંથી ગેસનો ફુવારો માટી અને પાણી સાથે ઉડતાં કર્મચારી કાદવથી ખરડાઇ ગયા હતા. સદ્નસીબે આ સમયે અહીં પાણી હોવાથી ગેસમાં આગ ભભુકી નહોતી. નહિં તો મોટી હોનારત થવાનાં સંજોગો હતા. તેવું કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.