
પાટણની BIPSઅને AJPS શાળામાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું
પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ તથા અરવિંદભાઈ જીવાભાઈ પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામને બે તબક્કામાં આયોજિત કરવામાં આવેલ જેમાં સવારે બંને શાળાના જૂનિયર કક્ષાના બાળકો (Nursery to II ) અને સાંજે સિનિયાર કક્ષા બાળકોએ ગરબાની મજા માણી હતી.
કાર્યક્રમમાં સંસ્થાના ડારેક્ટર જે.એચ. પંચોલી મેનેજમેન્ટમાંથી ઉપેન્દ્ર ધુવ,કેમ્પસ ડેલોપમેન્ટ ઓફિસર પ્રોફેસર જય ધુવ,શાળાના આચાર્ય ડૉ. ચિરાગ બી પટેલ તથા સંજય પંચોલીએ જ મહેમાનોની ઉપસ્થિતિથી કાર્યક્રમમાં રોનક છવાઈ હતી. બાળકો મન મૂકીને રાસ ગરબાની મજા માણી હતી કાર્યક્રમમાં બાળકો માટે ઇનામ વિતરણનું પ્રયોજન કરવામ આવ્યું હતું જેમાં નિર્ણાયકની ભૂમિકા હીનાબેન, ભૂમીબેન અને હીરબેને કરી હતી.