
પાટણમાં ચોથા નોરતે શેરીથી લઈ સોસાયટી સુધી ગરબાની રમઝટ
નારી શકિત માં જગદંબાની આરાધનાનું પાવન પર્વ નવરાત્રિ મહોત્સવની પાટણમાં ભકિતના ત્રિવેણી સંગમ સાથે ઉજવણી થઇ રહી છે…એક તરફ માની આરાધનામાં ભકતો લીન બની ઉપાસના કરી રહયા છે. તો બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારો, સોસાયટીઓ અને મહોલ્લા પોળોમાં યુવાધન ગરબાની રમઝટ બોલાવતા ચોમેર ભકિત અને મસ્તીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
એક પછી એક નવરાત્રિની રઢીયાળી રાતો રંગીન બનતી જાય છે. ત્યારે શહેરના કસારવાડાની મહિલા વાદરૂયું, કોસરી પહેરી ડીજે ના તાલે ગરબે રમી હતી તો સાઈબાબ મંદિર રોડ પર આવેલી સાંઈ ધામ સોસાયટી ની યુવતીઓ મહિલા ગરબે રમી હતી ત્યારે સિદ્ધહેમનગર સોસાયટી ના ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા.તો પદ્મનાથ રોડ પાસે આવેલી શ્યામ મંગલો સોસાયટી ના યુવાનો ,યુવતીઓ અને મહિલા ગરબે ઘૂમી હતી.