
પાટણ કતપુર એન્જિનીયરીંગ કોલેજની હોસ્ટેલમાં ચંદ્રયાનની થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી
પાટણ સહિત જિલ્લામાં સર્વત્ર ગણપતિ મહોત્સવની ધૂમ મચી છે. ગણેશજીની નાની મોટી મૂર્તિઓ સ્થાપિત કરીને લોકો દુંદાળા દેવને ભક્તિભાવથી રહ્યા છે. ગણપતિની મૂર્તિઓમાં પણ અવનવી થીમ સાથેની ગણેશજીની મૂર્તિઓને મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે પાટણની સરકારી ઈજનેરી ડી કોલેજ કતપુરના બોયઝ હોસ્ટેલ ખાતે હોસ્ટેલમાં નિવાસ કરતા વિધ્યાર્થીઓ દ્વારા ભક્તિભાવપુર્ણ માહોલમાં વિઘ્નહર્તા ગૌરીનંદન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે.
હોસ્ટેલ ખાતે 6 દિવસ માટે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ ગણેશજીની મૂર્તિની સ્થાપનાની વિશેષતામાં મુર્તિના બેકગ્રાઉન્ડની થીમમાં ભારતનું ગૌરવ એવા ઇસરોના સફળતમ કાર્યક્રમ એવા ચંદ્રયાનની પ્રતિકૃતિ રાખવામાં આવેલ છે. જેની સંપૂર્ણ રચના એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ કરેલ છે.એન્જીનીયરિંગના છાત્રો દ્વારા ઇજનેરીના અભ્યાસ સાથે ધાર્મિકતાને પણ મહત્વ આપી તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ટચ આપીને ગણેશ મહોત્સવનુંઆયોજન કરતા વિદ્યાર્થીઓ દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે