હારીજ ના મુખ્ય બજાર માર્ગો પર ગેરકાયદેસરના દબાણોના કારણે વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યા
પાલિકા અને પોલીસ તંત્ર સાથે રહી મુખ્ય બજાર માર્ગોના દબાણો દૂર કરાવે તેવી લોક માંગ પ્રબળ બની: પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ શહેરમાં ગેરકાયદેસરના નાના મોટા દબાણો અને આડેધડ ઊભા રહેતા લારીઓ વાળા ના કારણે વારંવાર માણેક ચોક જેવા મુખ્ય બજાર માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે અને આ ટ્રાફિકના કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને શહેરીજનોને અનેક યાતનાઓ ભોગવી પડતી હોય છે.
તો આ ટ્રાફિકની સમસ્યા બાબતે નગરપાલિકા તેમજ પોલીસ તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી નિરાકરણ નહીં આવતા પોલીસ અને પાલિકાની કામગીરી પ્રત્યે લોકોમાં રોષની લાગણી ઉદ્ભભવવા પામી છે. મંગળવાર ના રોજ હારીજ શહેરના મુખ્ય બજાર માર્ગો પર સર્જાયેલી ટ્રાફિકની સમસ્યાના કારણે કલાકો સુધી લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો.
ત્યારે અવારનવાર સજૉતી આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પાલિકા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે માર્ગ પરના ગેરકાયદેસરના કાચા પાકા દબાણો સાથે લારીઓના દબાણોને દૂર કરે ટ્રાફિકની સજૉતી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ હારીજ ના નગરજનોમાં પ્રબળ બનવા પામી છે.