પાટણમાં જિલ્લા એકતા સમિતિ, શહેર એકતા સમિતિ અને મહોલ્લા એકતા સમિતિની રચના

પાટણ
પાટણ

પાટણ જિલ્લા એકતા સમિતિમાં અધ્યક્ષ તરીકે જિલ્લા મેજિસ્ટ્રેટ, તથા સભ્યો તરીકે પાટણનાં સાંસદ ભરતસિંહ ડાભી, પાટણ જિલ્લા વિકાસ અધિકાર, જિલ્લા પોલીસ અધિક્ષક, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, તથા રાધનપુરનાં ધારાસભ્ય લવીંગજી ઠાકોર, પાટણનાં ધારાસભ્ય ડૉ. કિરીટભાઇ પટેલ, સિધ્ધપુરનાં ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, સભ્ય સચિવ તરીકે પાટણનાં નિવાસી અધિક કલેક્ટર, પાટણ જિલ્લા શિક્ષણાધિકારી તથા બિનસરકારી સભ્યોમાં અગ્રગણ્ય નાગરિકો તરીકે બાબુભાઇ રણછોડભાઈ ચૌધરી રે. રાધનપુર, મનોજભાઇ કાશીરામ પટેલ, ધાણોધરડા તા. ચાણસ્મા, કલ્પેશભાઇ ડોડીયા, ગોવિંદભાઇ ભીલ, મહિલા સભ્ય તરીકે માનસીબેન અમરીશભાઇ ત્રિવેદી, બચુજી ઠાકોર, દિલાવરખાન પઠાણ, હેમંતભાઈ તન્ના, દિલીપજી કેશાજી ઠાકોર તથા જયેશભાઇ દરજીનો સમાવેશ થાય છે.

આ સમિતિમાં પાંચ સરકારી તથા પાંચ ચૂંટાયેલા જનપ્રતિનિધિ, તથા 10 બીનસરકારી સભ્યોની નિયુક્તિ અલગ-અલગ કેટેગરીમાંથી કરવામાં આવી છે. રાષ્ટ્રીય એકતા સમિતિએ સૂચવ્યાં મુજબ આ પાટણ જિલ્લા એકતા સમિતિ એ કોમી સદભાવના જાળવી રાખવા માટે સતત કાર્યશીલ રહેશે. સ્વૈચ્છિક સંસ્થાઓનાં સહકારમાં રહીને આ સમિતિ જિલ્લામાં કોમી તંગદિલી નિવારવા માટેનાં પ્રયાસો કરશે, અને તે માટે જિલ્લા સત્તાવાળાઓની મદદમાં રહીને વિવિધ કોમો, જુથ્થો વચ્ચે સદ્ભાવના જાળવવાની કામગીરી કરશે.

તદ્ઉપરાંત વિવિધ કોમોનાં ધાર્મિક તહેવાર શાંતિપૂર્ણ રીતે સમૂહમાં ઉજવાય તે માટે વિવિધ કોમોનાં અગ્રણીઓ ચર્ચા વિચારણા કરી આવી ઉજવણી માટે જિલ્લા સત્તાવાળાઓને મદદરૂપ બને. સમિતિનું કાર્યક્ષેત્ર પાટણ જિલ્લા પૂરતું રહેશે. આ સમિતિનાં બિનસરકારી સભ્યોની મુદત તેની રચનાથી બે વર્ષની રહેશે. તથા બિનસરકારી સભ્યો રાજીનામું આપવા ઇચ્છતા હોય તો સમિતિનાં સભ્યસચિવને લેખિતમાં આપી શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.