પાટણ તાલુકા ના સિદ્ધપુરમાં રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ મંજૂર
સિદ્ધપુર રેલવે સ્ટેશન પર સુવિધાઓ વધારવા માટે અને ફૂટ ઓવરબ્રિજ લંબાવવા માટે ધારાસભ્ય અને કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપૂતે અને સંસદ સભ્ય ભરતસિંહ ડાભીને રજૂઆતો કરવામાં આવતી હતી જે સંદર્ભે પાટણ લોકસભા નાં સિદ્ધપુર રેલ્વે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ બનાવવા માટે પાટણ લોકસભાનાં સાંસદ ભરતસિંહજી ડાભીએ આ રજુઆતને ધ્યાને લઈને રેલ્વે મંત્રાલય દ્વારા “અમૃત ભારત સ્ટેશન સ્કીમ હેઠળ” અંતર્ગત ફૂટ ઓવર બ્રિજ અને ઉચ્ચ સ્થરનાં પ્લેટફોર્મ માટે રૂપિયા 30.33 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે.
પાટણ ના સાંસદએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ, કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ તથા રેલ્વે વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.બલવંતસિંહ રાજપૂતે પણ સંસદ સભ્ય ભરતસિંહ ડાભીનો આભાર વ્યક્ત કર્યો હતો.