
પાટણ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલોમાં ફિટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રિડમ રન 4.0નું આયોજન કરાયું
ગુજરાત સરકાર ના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરની સુચના ને લઈ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેલ સ્પોર્ટ્સ સંકુલોમાં ફિટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રિડમ રન 4.0 નું આયોજન કરવા આવ્યું હતું . જે અંતર્ગત પાટણ જિલ્લામાં સરદાર પટેલ રમત સંકુલ, પાટણ ખાતે થી રાણીકિવાવ અને ત્યાથી પરત સંકુલ સુધી ફ્રિડમ રન 4.0 નું આયોજન સવારે કરવામાં આવેલ હતુ.
આ દોડ માં શેઠ એમ.એન.પ્રાથમિક અને માધ્યમિક શાળા, પાટણ, શ્રી બી. ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણ અને શ્રીમતી કે. કે કન્યા વિદ્યાલય પાટણ ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જોડાયા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પાટણ નગર પાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ તથા જિલ્લા રમત વિકાસ અધિકારી કિરણભાઇ પટેલ, જિલ્લા રમત ગમત અઘિકારીશ્રી, નરેશભાઇ ચૌધરી, ખો-ખો કોચ જીમિતભાઈ પટેલ, ઈનસ્કુલ ટીમ મેનેજર કિરીટભાઇ પટેલ તેમજ ઉપરોક્ત શાળાના શિક્ષક ભાઈઓ તથા ઈન સ્કુલ ટ્રેનરો ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્ય મહેમાન અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલીઝંડી આપી દોડ ને પ્રસ્થાન આપવામાં આવેલ હતું.