
આખરે પાલિકા દ્વારા સરદાર પટેલની પ્રતિમા પાસેની સીડીને યોગ્ય કરવાની કામગીરી શરૂ કરાઈ
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના બગવાડા દરવાજા નજીક આવેલ સરદાર વલ્લભભાઈની પટેલની પ્રતિમા પાસેની જે તે સમયે લોખંડની બનાવેલી સીડી એકદમ સીધી બની હોવાના કારણે પ્રતિમાને માલ્યાપણૅ માટે સીડી ઉપર ચડતાં લોકોને મુશ્કેલી અનુભવાતી હોઈ જે બાબતે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર અને પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલ દ્વારા પાલિકાના સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરવા છતાં આ સીડી નું સમારકામ હાથ નહીં .
ધરાતા આખરે તેઓએ પાટણ નગરપાલિકાના નવ નિયુક્ત કારોબારી ચેરમેનના અધ્યક્ષ પદે મળેલી બેઠકમાં આ મામલે રજૂઆત કરતા કારોબારી ચેરમેન દ્વારા આ મામલે ત્વરિત નિર્ણય કરી સરદાર ની પ્રતિમા પાસેની સીડી ને સુધારો કરવાની મંજૂરી આપી સીડીને સુધારવાની કામગીરી હાથ ધરાતા પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલે કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત કારોબારી કમિટી સાથે નવી બોડીનો આભાર વ્યક્ત કર્યો હતો.