
પાટણના મહોલ્લા, પોળ સોસાયટીમાં પાંચમા નોરતે જામી ગરબાની રમઝટ
દેશભરમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ શેરી, મોહલ્લા પાર્ટી પ્લોટમાં દરરોજ ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.
પાટણમાં પાંચમાં નોરતે પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટી અને શેરીઓમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ માણી હતી. લોકો પોતાના ગ્રુપમાં હૈયાથી હૈયું દળાય એમ આનંદ-ઉલ્લાસથી ગરબા રમી રહ્યા છે. ત્યારે પાટણ શહેરની મહોલ્લા પોળ સોસાયટીઓમાં ગરબાની રમઝટ જામી છે. અર્બુદ નગર 2 માં વેશભૂષા ધારણ કરી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા તો પાટણ શહેરની ગાયત્રી મંદિર પાસે ની શ્રીનગર સોસાયટી માં મહિલા સહિત બાળકો ગરબે રમ્યા હતા. શહેરના જળચોક માં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકો અને વડીલો મોટી સંખ્યા ગરબે રમતા મોટી લાઈનો લાગી હતી .રેલવે ગરનાળા પાસે આવેલ કૃષ્ણા પાર્ક સોસાયટી માં સોસાયટી ના રહીશો અને રોટરી કલબ ના સભ્યો ગરબે રમી રમઝટ બોલાવી હતી.તો શહેરની સાઈબાબ નગર સોસાયટી માં ભાઈઓ બહેનો અને વડીલો ડીજેના તાલે ગરબે રમ્યા હતા.