પાટણમાં ઓવરીબ્રિજ રીપેરીંગ માટે લાંબા સમયથી મુકેલા બેરીકેટના પગલે અકસ્માતની ભીતિ

પાટણ
પાટણ

પાટણ શહેરના ચાણસ્મા હાઇવે પરના ઓવરબ્રિજ પર છેલ્લા કેટલાય સમયથી મૂકવામાં આવેલા બેરીકેટથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. બ્રિજની નીચેના ભાગે માટી લીકેજની કામગીરી અંતર્ગત લાંબા સમયથી એ સ્થળના બ્રિજની ઉપરના ભાગે મુકવામાં આવેલા બેરીકેટના કારણે અવારનવાર અકસ્માત સર્જાવાની તેમજ વાહનોનો ટ્રાફિકજામ થવાની સમસ્યા સર્જાઇ રહી છે. જો બ્રિજ નીચેની માટી લીકેજ અંગેની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય તો આ બેરીકેટ ઝડપથી અહીંથી હટાવીને બ્રિજ ઉપરનો માર્ગ ખુલ્લો કરવામાં આવે તેવી વાહન ચાલકોની વ્યાપક માગણી ઉઠી છે.

જાહેર રાજમાર્ગો કે બજાર માર્ગ પર ક્યાંય પણ કોઈ જાહેર અવરજવરને નડતરરૂપ બાબત હોય તો જે તે જવાબદાર તંત્રની ત્યાંથી નિકાલ કરવાની જવાબદારી બને છે પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે ઘણીવાર આવી જાહેર અવરજવરને નડતરરૂપ બાબતો હટાવવા બાબતે સમયસર કામગીરી નહીં થવાના કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને હેરાનગતિ થાય છે. પાટણ શહેરના હાઇવે પરના આ બ્રિજ ઉપર મૂકવામાં આવેલા બેરીકેટ જ્યારે વાહનચાલકો અડધો બ્રિજ પસાર કરીને તેની નજીક આવે છે.ત્યારે જ તેને ડાઈવર્ઝન અંગે જાણકારી મળતી હોઇ ફુલસ્પીડે આવતા વાહનો તેમજ ઓવરટેક કરવા ઈચ્છતા વાહનો છેક બેરીકેટની નજીક આવી ગયા બાદ સાંકડા માર્ગમાં વાહન વળાંકમાં લેવુ પડે છે, કાં તો વાહન ધીમા પાડવા પડે છે,

જેના કારણે પાછળ આવતા અન્ય વાહનો ટકરાઈ જવાની કે અકસ્માત સર્જાવાની ભીતિ રહેતી હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે. આ બાબતે પાટણના માર્ગ મકાન વિભાગના ઇજનેરોએ તેમની આળસ ખંખેરીને જાહેર હિતમાં સજાગ બનીને આ બ્રિજ નીચે નિર્મળ નગરના રસ્તે બ્રિજમાં રેતી લીકેજ થવાના કારણોસર હાથ ધરાયેલ કામગીરી જો પૂરી થઈ ગઈ હોય તો ઝડપથી બ્રિજ ઉપરના આ બેરીકેટ હટાવી દેવા જોઈએ એવી વાહન ચાલકોની વ્યાપક માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.