
વઢિયાર પંથકના રાફુ ગામે જરૂરિયાત મંદ પરિવારોને ફરસાણ અને મિઠાઈનું વિતરણ કરાયું
સેવાની જ્યોતનો ઝગમગાટ દિવાળીના ઉજાસ જેવો જ હોય છે. એ જ્યાં જાય ત્યાં અજવાળાં પાથરે છે. વીસ વીસ વર્ષથી આ સૂકા મલકમાં સેવાની ધૂણી ધખાવીને, હજારો દીકરીઓને રોજગારી આપી સ્વનિર્ભર કરનાર જન મંગલ સેવા ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલિકા જીજ્ઞાબેન શેઠ અને તેમની સેવાભાવી ટીમે દિવાળીના પાવન પર્વની ઉજવણી વઢીયાર પંથકના રાફુ ગામે જરૂરિયાત મંદ પરિવારજનો અને તેમના બાળકો સાથે મનાવી હતી.જીજ્ઞાબેન શેઠ અને તેમની ટીમના સેવાભાવી કાર્યકરો એ રાફુ ગામમાં રહેતા જરૂરિયાત મંદ પરિવારના વિસ્તારમાં ઘરે ઘરે જઈને દરેક પરિવારજનોને દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવી ફરસાણ- મિઠાઈનું વિતરણ કરતાં જરૂરિયાત મંદ પરિવારજનો સાથે તેમના બાળકોના ચહેરા પર દિપાવલીની ખુશી જોવા મળી હતી.
જીજ્ઞાબેન શેઠ અને તેમની ટીમે જરૂરિયાત મંદ પરિવારજનો અને તેમના બાળકો સાથે બેસીને દિપાવલી પર્વની ઉજવણી કરતાં રાફુ ગામના ગ્રામજનોએ પણ તેઓની સેવા પ્રવૃત્તિ ને સરાહી આભાર વ્યક્ત કર્યો હતો.