
પાટણ શહેર સહિત જિલ્લામાં ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ જોવા ચાહકો ઘરમાં પુરાયા
આજે ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટની વિશ્વ કપની મેચ જોવા જિલ્લા વાસીઓ તલપાપડ બન્યા છે. ઘર આંગણે આ મેચ હોવાથી કેટલાય લોકો અમદાવાદ ક્રિકેટના ગ્રાઉન્ડ પર ગયા છે. તો કેટલાક આ મેચ નિહાળવા ઘરમાં પુરાયા છે. તો કેટલાક વિસ્તારોમાં તો મોટા પડદે આયોજન થતાં બજારોમાં અવર જવર ઘટી હતી.
ક્રિકેટનો મહાસંગ્રામ આજે હોવાથી પાટણ સહિત સહિત જિલ્લો પણ ‘ક્રિકેટ વર્લ્ડ કપ ફીવર’ માં રંગાયો છે. મોટાભાગના ક્રિકેટ રસીયાઓ ઘરમાં ટીવી આગળ જ બપોરથી ગોઠવાઈ ગયા હતા. જેવો ટોસ ઉછળ્યો અને ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતતા બોલીંગ પસંદ કરતા ચાહકો બેટ્સમેનને નિહાળવા ગોઠવાઈ ગયા હતા. ક્રિકેટ રસિયાઓએ ક્યાંક ઘરમાં ટીવી પર તો ક્યાંક મોટા પ્રોજેક્ટર પર આ મેચ નિહાળી રહ્યા છે પરંતુ ઈન્ડિયાનુ પરફોર્મન્સ ડાઉન થતા 200 રન પહેલા જ 6 વિકેટ પડી જતાં ક્રિકેટ રસીયાઓ ના ખુશ થયા હતા. બીજી તરફ મોટા પડદે આયોજન થતાં ક્રિકેટરોને ચેરઅપ કરવા લાગ્યા હતા. આવી સ્થિતિ વચ્ચે બજારોમાં ચહલપહલ ઘટી હતી. રવિવાર હોવાથી અને સાથે મેચ હોવાથી લોકો મેચ જોવા પોતાના ઘરમાં પુરાઈ રહેતા જિલ્લાના બજારોમાં અવર જવર ઓછી જોવા મળી હતી.