
પાટણના વેપારીઓએ કોમ્પ્યુટર યુગમાં પણ દિવાળીના દિવસે ચોપડાનું પૂજન કરી જૂની પરંપરા જાળવી રાખી
પાટણ જિલ્લા સહિત શહેરમાં દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રવિવારે દિવાળીના દિવસે પાટણ શહેર તેમજ પાટણ માર્કેટયાર્ડ અને શાક વેપારીઓએ પોતાની દુકાનો તેમજ પેઢીઓમાં ચોપડા પૂજન કરીને વર્ષોની પરંપરા જાળવી રાખી હતી.પાટણ શહેરમાં માર્કેટયાર્ડ અને શાકમાર્કેટ વેપારીઓ દ્વારા રવિવારે દિવાળીના શુભ દિવસે ચોપડા પૂજન કર્યું હતું. તેમજ અત્યારના યુગમાં કોમ્પ્યુટરમાં વેપારીયો હિસાબ રાખતા હોય છે. પરંતુ આજે પણ પરંપરાગત રીતે ચોપડાઓનું પુજન વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે સાથે કોમ્પ્યુટર અને લેપટોપની પણ પૂજા કરવામાં આવી હતી. પાટણ માર્કેટયાર્ડ અને શાક માર્કેટ ના વેપારીઓએ દિવાળીના દિવસે લાભ મુહૂર્તમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે ચોપડાઓનું પૂજન કરવામાં આવ્યું હતું.
વેપારીઓ દ્વારા શુભમુહુર્તમાં શાસ્ત્રોકત વિધિવિધાન મુજબ સરસ્વતી એટલે કે શારદા દેવી તેમજ ચોપડાનુ પુજન કરવામાં આવ્યુ હતું જેમાં શહેરનાં વિવિધ માર્કેટો તેમજ બજારોમાં વેપારીઓ દ્વારા શુભમુહુર્તમાં ચોપડા પુજન કરવામાં આવ્યુ હતુ .વેપારીઓ તેમજ અન્ય પેઢીના માલીકોએ મહાલક્ષ્મી માતાના દર્શન કરી આર્શીવાદ મેળવી દિપાવલી પર્વને વધાવ્યો હતો.