પાટણના દીનદયાળ ગ્રાહક ભંડારમાં વિતરણ કરાતા સીંગતેલના ખાલી પાઉચ રસ્તે રઝળતા જોવા મળ્યાં
પાટણના રોકડીયા ગેટ વિસ્તારમાંથી કંટ્રોલ મારફત મળતા સીંગતેલના ખાલી પાઉચ મળતા વિપક્ષના કોર્પોરેટરે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી
પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તાર માંથી અન્ન અને નાગરીક પુરવઠાના કંટોલ મારફત બીપીએલ કાર્ડ ધારક, અંત્યોદય કાર્ડ ધારક અને NFSA ના તમામ PHH કુટુંબોને તહેવાર નિમિતે વિતરણ કરવામાં આવતા સીંગતેલના ખાલી પાઉચનો જથ્થો બિનવારસી હાલતમાં મળતા વિપક્ષના કોર્પોરેટર ભરત ભાટિયાએ સિંગતેલ સગેવગે કરનારની યોગ્ય તપાસ કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હોવાનુ જાણવા મળ્યું છે.
પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારની અંદર ગુજરાત સરકાર દ્વારા તહેવારો નિમિત્તે અને અન્ન અને નાગરીક પુરવઠા ના કંટોલ મારફત બીપીએલ કાર્ડ ધારક, અંત્યોદય કાર્ડ ધારક અને NFSA ના તમામ PHH કુટુંબોને તહેવાર નિમિતે સિંગતેલ વિતરણ કરવામાં આવે છે આ સીંગતેલના ખાલી પાઉચ બિનવારસી હાલતમાં રોકડિયા ગેટ વિસ્તાર માંથી મળી આવ્યા હતા. તેની જાણ સ્થાનિક આગેવાનો દ્વારા વિપક્ષના કોર્પોરેટર ભરત ભટિયા ને કરતા ભરત ભાટિયાએ ઘટતું કરવા કલેકટર ને રજૂઆત કરી છે.
આ બાબતે વિપક્ષ કોર્પોરેટર ભરત ભાટિયાએ જણાવ્યું કે પાટણ જિલ્લા કલેકટર અને જીલ્લા પુરવઠા અધિકારીને વિનંતી છે કે ગરીબોને મળતું તહેવારો નિમિત્તે સિંગતેલ સગેવગે કરનાર ને યોગ્ય તપાસ કરી પકડવા જોઈએ અને આવું કરનાર કોઈપણ પકડાય તેની સામે કાયદેસર પગલાં ભરવા માટે કાર્યવાહી કરવા જરૂરી પગલાં ભરવા જોઇએ જેથી ભવિષ્ય માં ગરીબો ના ભાગ નું કોઈપણ અનાજ હોય કે સિંગતેલ તેના કાળાબજાર થાય નહિ.