વિસ્તણ રેન્જ પાટણ તથા રોટરી ક્લબ દ્વારા વકતૃત્વ સ્પર્ધા યાજાઈ

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાટણ
ગત તા ર થી ૮ ઓક્ટોબર વન પ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે વિસ્તરણ રેન્જ પાટણ તથા રોટરી કલ્બ ઓફ-પાટણ દ્ધારા વન પ્રાણી સપ્તાહની ઉજવણી ભાગરૂપે સરસ્વતી-પાટણ તાલુકાની તાલુકાની વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી. આ ઓનલાઈન વકૃત્વ સ્પર્ધામાં ૪પ જેટલા વિધાર્થીઓએ ભાગ લઈને વન્ય પ્રાણીઓ પ્રત્યે આપણી ફરજાે તથા વન્યજીવોના અસ્તિત્વ સામેના પડકારો વિષય પર ખૂબજ સુંદર વકતવ્યો રજૂ કર્યા. આ સ્પર્ધા કુલ ત્રણ વિભાગમાં યોજાઈ વિભાગઃ૧માં ધોઃ ૬ થી ૮ વિભાગઃર માં ધોરણ – ૯ થી ૧ર તથા વિભાગઃ૩ માં ખુલ્લો વિભાગ રાખવામાં આવેલ.
આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિધાર્થીઓ દરેક વિભાગમાંથી પસંદ કરીને સમાપન સમારોહમાં તેમનુ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું રોટરી હોલ ખેતરવસી,પાટણ ખાતે આ કાર્યક્રમમાં વિસ્તરણ રેન્જ પાટણ તરફથી ઈન. વનપાલ વી.એલ.દેસાઈ વનરક્ષક એચ.પી.પટેલ વનરક્ષક એ. એસ.ચૌધરી તેમજ રોટરી પ્રમુખ રો.રણછોડભાઈ પટેલ મંત્રી રો.ઝુઝાર સિહ સોઢા પ્રો. યે.રો. વિષ્ણુભાઈ દેસાઈ ઉપરાંત રો. દિક્ષિતભાઈ રો. અતુલભાઈ, રો. ર્ડા. પરિમલભાઈ જાની, રો. મહેન્દ્રભાઈ, રો. જયરામભાઈ રો. શૈલેશભાઈ, રો. વિનોદભાઈ, રો.રમેશભાઈ ઠક્કર,રો.સતીષ ઠક્કર, રો. રાજુભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તરણ રેન્જના સભ્યોનું રોટરી પરિવાર વતી મોમેન્ટ અને માસ્ક થકી સન્માન થયેલ. દરેક વિભાગના સ્પર્ધકોએ ખૂબજ હળવી શૈલીમાં પોતાની અભિવ્યક્તિ રજૂ કરી હતી. દરેક વિભાગના પ્રથમ ત્રણ સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા પારિતોષિકથી સન્માનીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ ખુબ સુંદર અને સફળ રીતે પૂર્ણ થયેલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.