
પાટણ સાયન્સ સેન્ટર ખાતે દિવાળી દરમિયાન સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લું રહશે
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર સોમવાર, 13મી નવેમ્બર 2023 ના રોજ ખુલ્લું રહેશે. સાયન્સ સેન્ટર મુલાકાતીઓ માટે સવારે 10:30 થી રાત્રે 8:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. સાયન્સ સેન્ટર માં દિવાળી દરમિયાન તમામ મુલાકાતીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સાયન્સ સેન્ટરમાં તમામ ગેલેરીઓમાં ગેલરી ગાઈડ છે ઉપરાંત વોલન્ટિયર્સ (સ્વયંસેવકો) રાખીને વધારાની વ્યવસ્થા કરી છે. જેનાથી મુલાકાતીઓને ગેલરી અન્વેષણ કરવાની વધારે સગવડ મળી શકે, તેમજ મુલાકાતીઓની સુવિધા માટે એન્ટ્રીથી લઇને ટિકિટ વિન્ડો, પાર્કિંગમાં નેવિગેશનની વ્યવસ્થા પહેલા થી છે, છતાં વધારે સાઇનબોર્ડ લગાવીને નેવિગેશન ની સુવિધામાં પણ વધારો કર્યો છે. જેથી મુલાકાતીઓને કોઈ તકલીફ ન પડે. મેન્ટેનન્સ અંતર્ગત દૈનિક જાળવણી સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
સુરક્ષા કર્મચારીઓ દરેક મહત્વપૂર્ણ સ્થળે તેમની યોગ્ય સેવાઓ આપે એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મુલાકતીઓ માટે પીવાની પાણીની પૂરતી વ્યવસ્થા છે તો પણ સાયન્સ સેન્ટરે વધારાનો પાણી સંગ્રહ પણ સુનિશ્ચિત કર્યો છે જેનાથી મુલાકાતીઓ ની વધુ પડતી સંખ્યા ને સંતોષી શકાય. તમામ મુલાકતીઓ માટે સાયન્સ સેન્ટર માં પાર્કિગની વિશાળ જગ્યા છે પરંતુ વધતા જતા લોકોની અપેક્ષાએ, વધારાના પાર્કિંગની જગ્યાઓ સુનિશ્ચિત કરી છે. તમામ મુલાકાતીઓ માટે, સાયન્સ ની આ સફર આ વેકેશનમાં અધૂરી ના રહે તેથી સોમવારે પણ સાયન્સ સેન્ટર ખુલ્લું રહેશે. તો આ દિવાળી વેકેશનમાં સાયન્સ સેન્ટર ની મુલાકાતે આવો અને આ દિવાળીને વિજ્ઞાન ની દિવાળી તરીકે ઉજવો.