પાટણ જિલ્લામાં બકરી ઇદ નિમિતે મસ્જિદોમાં ઇદૂઅલ ફીત્રની નમાજ અદા કરાઈ
પાટણ શહેર સહિત જિલ્લામાં આજેરોજ મુસ્લિમ ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઇદના તહેવારની ઉજવણી કરી હતી. બકરી ઈદના પર્વને લઈ મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.શહેરના સિદ્ધિ સરોવર નજીક આવેલ ઇદગાહ સહિત વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ સમાજના બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાજ અદા કરી અલ્લાતાલા ની બંદગી કરી હતી. પાટણ શહેર સહિત પંથકમાં થી મુસ્લિમ બિરાદરોએ ઇદગાહ ખાતે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરી હતી.
મૌલાના ઇમરાન શાયરી કુરાન શરીફ નો ખુશબો પડી ઉપસ્થિત સૌ મુસ્લિમોને ઇદની મુબારકબાદી પાઠવી હતી ઈદની નમાઝ પૂર્ણ થયા બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ પણ એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી તો અન્ય મસ્જિદોમાં ઇદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોને એકબીજાને ભેટી બકરી ઈદની મુબારક બાદી પાઠવી હતી. ઇદગાહ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પાટણ શહેર સહિત જીલ્લામાં બકરી ઇદ ની હર્ષોઉલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઇ હતી.