પાટણ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય શરૂ
પાટણ જિલ્લામાં શિક્ષણ અધિકારી એ જણાવ્યું હતું કે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષથી જે વિદ્યાર્થીઓ ધોરણ 10 માં નાપાસ થયા છે. તે વિદ્યાર્થીઓ ફરી શાળામાં જઈ અભ્યાસ કરી શકે તે માટે બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને પાટણ જિલ્લાની શાળાઓમાં પણ આ નવા પરિપત્રનો અમલ કરવા શાળાઓની સૂચના આપવામાં આવેલી છે. શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ માટે ગ્રાન્ટના હેતુથી આ રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યાને ગણવામાં આવશે નહીં પરંતુ માત્ર રીપીટર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે બોર્ડ દ્વારા શાળાઓને વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવવાની મંજૂરી આપી છે એક શાળામાં વધુમાં વધુ 10 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે .