પાટણ નગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી હાથ ધરાયેલી ઢોર ડબ્બા ની ઝુંબેશ દરમિયાન 20 ઢોર ડબ્બે કરાયા

પાટણ
પાટણ

શહેરીજનો માટે મુશ્કેલી રૂપ બનેલા રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા પાલિકા દ્વારા શરૂ કરાયેલ ઢોર ડબ્બા ની ઝુંબેશ ચાલુ રહે તેવી માગ ઉઠી.

પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાથી ત્રસ્ત બનેલા નગરજનો દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ અનેક વખત લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરી શહેરમાંથી રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરાય તે માટે માંગ કરવામાં આવી હતી જે માંગને ધ્યાનમાં રાખીને પાટણ નગર પાલિકા દ્વારા છેલ્લા બે દિવસ થી શહેર ના ઝીણીપોળ, ચાચરિયા સહિત ના વિસ્તાર માંથી રખડતા ઢોર ડબ્બે પુરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી હોય બે દિવસ માં 20 જેટલા રખડતા ઢોર પકડી ઢોરોને પાંજરે પૂર્યા હોવાનું ઢોર ડબ્બા શાખાના સુત્રોએ જણાવ્યું હતું.

પાટણ શહેર માં રખડતા ઢોર નો ત્રાસ અતિશય વધી રહ્યો હોય જેના કારણે રસ્તે જતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. તો કેટલીક વાર આવા રખડતા ઢોર સામ સામે સીગડે ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો ને હડપેટે લઈ ઈજાઓ પહોંચાડતા હોવાના કિસ્સા પણ સજૉતા હોય ત્યારે આ રખડતાં ઢોરો ની સમસ્યા દૂર કરવા શહેરીજનોની પાલિકા સમક્ષ અનેક વખત રજુઆત કરવાની સાથે જિલ્લા કલેકટર દ્વારા પણ આ રખડતાં ઢોરો મામલે પાલિકા ને સુચિત કરતાં છેલ્લા બે દિવસ થી પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતાં ઢોરો ને ડબ્બે કરવાની પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે.

જે ઝુંબેશ દરમિયાન બે દિવસમાં 20 જેટલા રખડતાં ઢોરો ડબ્બે કરી તમામને મોતીસા દરવાજા ખાતેના ઢોર ડબ્બામાં લઈ જવામાં આવ્યા હોવાનું પાલિકાના ઢોર ડબ્બાની કામગીરીમાં જોડાયેલા કર્મચારીએ જણાવ્યું હતું.

પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાલિકા દ્વારા બંધ કરવામાં આવેલ રખડતા ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ બે દિવસ થી પુનઃશરૂ કરવામાં આવતા આ ઝુંબેશ કાયમી ધોરણે ચાલુ રહે અને રખડતા ઢોરોની સમસ્યા માંથી શહેરીજનોને કાયમી મુક્તિ મળે તેવી માંગ શહેરીજનો દ્રારા કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.