પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો ના પાકની સાથે પ્રજાપતિ ભાઈઓના ઈટવાડાઓ પણ ધોવાયા..

પાટણ
પાટણ

તંત્ર દ્વારા ધોવાણ થયેલા ઇટવાડાઓનું તેમજ ખેડૂતો ના પાકોનું સર્વે કરી વળતર ની રકમ ચૂકવાય તેવી માંગ ઉઠી..

પાટણ : હવામાન ખાતાની આગાહીના પગલે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શનિવારની મોડી સાંજે પડેલા મુશળધાર વરસાદના કારણે ખેડૂતોની સાથે સાથે માટી કામ સાથે સંકળાયેલા પ્રજાપતિ સમાજને પણ ભારે નુકસાન વેઢવાનો વારો આવ્યો છે.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શનિવારે સાંજે અચાનક આવેલા વાતાવરણમાં બદલાવ ની સાથે સાથે બરફના કરા અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની મૂશળધાર વરસા થતા ચો તરફ જળબંબાકારની સ્થિતિ નું નિર્માણ થવા પામ્યું હતું. તો પાટણ શહેર સહિત પંથકના ખેડૂતો અને માટીકામ સાથે ઈટવાડા ના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રજાપતિ પરિવારોને ભારે નુકશાન થવા પામ્યું છે.

પ્રજાપતિ પરિવારોના ઈટવાડાઓમા પાણી ફરી વળતા પરિવારના સભ્યો ને મુશ્કેલીઓ સાથે ભારે નુકસાન થયું હોય ખેડૂતોને તેમજ ઈટવાડા ની સાથે માટી કામ કરતા પ્રજાપતિ પરિવારોને થયેલ નુકસાન નું સર્વે કરી સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.