
પાટણ નગરપાલિકાના રોડ કોન્ટ્રાક્ટર દ્વારા લેવલ વગરના બનાવેલા માર્ગને લઈ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય..
પાટણ : એક તરફ સરકાર દ્વારા શહેરના વિકાસ કામો માટે પાટણ નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી રહી છે. તો બીજી તરફ નગરપાલિકાના સત્તાધીશોની અણ આવડતને લઈને સરકારના કરોડો રૂપિયાનો વ્યય થતો હોય તેવી પ્રતીતિ કમોસમી માવઠામાં શહેરીજનો કરી રહ્યા છે. પાટણ શહેરના જૂના ગંજ બજારથી સાગોટા ની પહેલી શેરી સુધીના નવીન માર્ગ બને હજુ એક મહિનો પણ પૂર્ણ થયો નથી ત્યાં કમોસમી માવઠાયે નગરપાલિકાના સત્તાધીશોની કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતને લઈને લેવલ વગરના અને ગુણવત્તા વગરના માર્ગનું નિર્માણ કરાયું હોવાની પોલ શહેરીજનો સમક્ષ ખુલ્લી પડી જવા પામી છે.
શહેરના ઝીણી રેત વિસ્તારમાં આવેલા વનાગવાડા તરફ જવાના માર્ગ પર તેમજ વનાગ વાડાના નાકા પરની પાર્લર તેમજ મીઠાઈ ની દુકાન નજીક લેવલ વગરના બનેલા માર્ગ ના કારણે કમોસમી માવઠાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સજૉવા પામી હતી. જેના કારણે વિસ્તારના રહીશો સહિત વેપારીઓ અને ગ્રાહકોને અનેક મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો હતો.
નગરપાલિકા તંત્ર દ્વારા લાખો કરોડોના ખર્ચ કરી કોન્ટ્રાક્ટરો પાસે રોડ રસ્તા ના કામ કરાવતા હોય પરંતુ રોડ રસ્તા ના કામ દરમિયાન નગરપાલિકાના જવાબદાર કોઈપણ અધિકારી સ્થળ પર હાજર ન રહેતા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા નો અને લેવલ વગર નો માર્ગ બનાવી શહેરીજનોની સુવિધા ની જગ્યાએ મુશ્કેલીઓ વધારી રહ્યા છે. ત્યારે આવા માગૅ નું નિમૉણ કરનાર રોડ કોન્ટ્રાક્ટર અને જવાબદાર નગરપાલિકાના અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.