પાટણમાં અધિક માસના પગલે દશામાંના વ્રત ઓગસ્ટ થી પ્રારંભ થશે.
ભારતીય ધર્મગ્રંથોમાં વર્ણવ્યા મુજબ દર 3 વર્ષે આવતા અધિક માસમાં માનવીના આત્મકલ્યાણ માટે કાર્યો કરવામાં આવે છે. અધિક માસને મળમાસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં માત્ર ભગવાનની ભકિતભાવના જ કરવામાં આવે છે. આ માસમાં કોઇપણ ધાર્મિક યજ્ઞ, માંગલિક પ્રસંગ કે સારા કાર્યોં કરવામાં આવતા નથી…ત્યારે ચાલુ વર્ષે અધિક શ્રાવણ માસને લઈ અષાઢ વદ અમાસથી શરુ થતા દશામાના વ્રતની ઉજવણી અષાઢ અમાસને બદલે અધિક શ્રાવણ માસની અમાસ તીથી થી શરુ થશે. આ વ્રત પાટણના સિધ્ધનાથ મહાદેવ મંદિર પરીસર ખાતે આવેલા દશામાના શકિતપીઠ પરીસર ખાતે તા.16 ઓગસ્ટ થી 25 ઓગસ્ટ સુધી ઉજવવામાં આવશે.
આ વ્રતના અંતિમ દિવસે દશામા શકિતપીઠ ખાતે મૈયાની વિશેષ પૂજાઅર્ચના સહિત 108 દિવાની મહઆરતી યોજાશે જેની સર્વે વ્રતધારીઓએ નોંધ લેવા પૂજારીએ જણાવ્યું છે. આમ પાટણ શહેર સહિત જીલ્લામાં આગામી દશામાના વ્રતનો પ્રારંભ અંગે વ્રતધારીઓમાં સર્જાયેલ અસમંજસને દુર કરવા પૂજારી દ્વારા અપીલ કરવામાં આવી છે.