જિલ્લા પંચાયતનું 1188.84 કરોડનું બજેટ મંજૂર પ્રથમ વખત સ્વભંડોળમાંથી રૂ. 36 કરોડ ખર્ચાશે

પાટણ
પાટણ

પાટણ જિલ્લા પંચાયતમાં રૂ.190 કરોડ 32 લાખની પુરાંતવાળુ સામાન્ય અંદાજપત્ર મંજૂર કરાયું હતું. નવા વર્ષમાં રૂ. 203 કરોડ ઉપરાંતની ઉઘડતી સિલક તેમજ 985 કરોડ 67 લાખ ઉપરાંતની આવક મળી કુલ આવક રૂ.1188 કરોડ 84 લાખ થશે. આ પૈકી કુલ રૂ. 998 કરોડ 51 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. બજેટમાં સૌપ્રથમવાર સ્વભંડોળની રકમમાંથી રૂપિયા 36 કરોડ જેટલી માતબર રકમ ખર્ચ કરવા જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં સ્વભંડોળની આવક 23 કરોડ, સરકારી પ્રવૃતિની આવક 931 કરોડ, લોન વિભાગની આવક 15 કરોડ, દેવાની આવક 16 કરોડ મળી એકંદર આવક 985 કરોડ 76 લાખ દર્શાવવામાં આવી છે. ભંડોળની આવક સામે 36.71 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણાના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં પશુપાલકો ખેડૂતો સહિત છેવાડાના લોકો સુધી સરકારી યોજનાનો લાભ મળે તે પ્રકારે કામગીરી કરવા વિરોધ પક્ષના સદસ્ય અશ્વિન પટેલે ભલામણ કરી હતી, સાથે કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિઓમાં વધુ જોગવાઈ કરવા માટેની પણ ભલામણ કરી હતી. કોરોનામાં રૂ. એક લાખના ખર્ચ જોગવાઈ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ખર્ચ કરવામાં આવ્યો ન હોવાથી આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું જોકે સરકારે સ્પેશિયલ ગ્રાન્ટ આપી હોવાથી સ્વભંડોળમાં ખર્ચ કર્યો નથી તેવો ડી.ડી.ઓ એ ખુલાસો આપ્યો હતો. સ્વભંડોળમાંથી પ્રથમ વખત રૂ. 36 કરોડના ખર્ચની જોગવાઈ, જિલ્લા પંચાયતની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી પ્રથમ વખત બજેટમાં સ્વભંડોળમાંથી વિકાસ કામો માટે રૂ. 36 કરોડના ખર્ચની જોગવાઇ કરાઈ છે. 23 કરોડની આવક સામે 36 કરોડ ખર્ચ અંદાજાયો છે. દસ કરોડ બંધ સિલક રહેશે તેવું જિ. પં.ના હિસાબી અધિકારી મયુર રાજવંશે જણાવ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.