પાટણ યુનિવર્સિટીના કન્વેનશન હોલ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહોત્સવ યોજાયો

પાટણ
પાટણ

પાટણમાં કોરોનાની ત્રીજી લહેર હળવી બનતા રમતગમત વિભાગ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા તાલુકાકક્ષાના કલામહાકુંભ મહોત્સવમાં વિજેતા સ્પર્ધકોનો જિલ્લાકક્ષાનો કલાકુંભ મહોત્સવ યુનિવર્સિટીના કન્વેનશન હોલ ખાતે કોરોના ગાઇડલાઈનના નિયમના પાલન સાથે યોજાયો હતો.જેમાં 5 જુદાજુદા હોલમાં સંખ્યાઓનું વિભાજન કરી દર્શકો વગર એકલા સ્પર્ધકો બોલાવી વારાફરથી 17 ઇવેન્ટ યોજાઈ હતી.જેમાં જિલ્લાના 800થી વધુ સ્પર્ધકોએ સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.

જેમા વિજેતા સ્પર્ધકો આગામી સમયમાં રાજ્યકક્ષાના કલાકુંભ મહોત્સવમાં ભાગ લેશે.જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ વધુ લોકો ભેગા ન થાય અને સ્પર્ધકોમાં સંક્રમણ પણ ન થાય તે માટે યુનિવર્સિટીના વિવિધ પાંચ હોલમાં સ્પર્ધકોનું વિભાજન કરી વહેલી સવાર થી સાંજ સુધી લોકનૃત્ય,ભરતનાટ્યમ,રાસ એકપાત્રીય અભિનય,સમુહગીત વક્તૃત્વ સ્પર્ધા,ચિત્રકલા અને નિબંધસ્પર્ધા મળી 17 ઇવેન્ટ યોજાઇ હતી.જેમાં કુલ 800 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.