
પાટણ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જીલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આજની બેઠકમાં ધારાસભ્ય દ્વારા વિવિધ વિભાગોને પુછાયેલા પ્રશ્નોની સબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામા આવી હતી. કલેકટરએ ધારાસભ્ય દ્વારા મીટિંગમા ચર્ચવામા આવતા મુદ્દાઓ અને સમસ્યાઓ પરત્વે ધ્યાન આપી પ્રશ્નનો ત્વરિત ઉકેલ લાવવા માટે તમામ અધિકારીઓને સુચન કર્યું હતું. આ બેઠકમાં પંચાયત, પાણી પુરવઠા વિભાગ, સીટી સર્વે, નગરપાલિકા, આરોગ્ય વગેરેને સંલગ્ન પ્રશ્નોની ચર્ચા કરવામા આવી હતી.આજની બેઠકમાં ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર, જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જીલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.