પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં ત્રીજી લહેરના આરંભ બાદ સતત દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં ડબલ ઉછાળો આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કલેકટર પોતાના નિવાસસ્થાને હોમ કોરેન્ટાઇન થયા છે. ત્યારે જિલ્લામાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બે દિવસમાં 129 કેસ નોંધાયા હતા. બીજી લહેરમાં 100 કેસ નોંધાતાં 21 દિવસ લાગ્યાં હતાં. જેની સામે ત્રીજી લહેરમાં ફક્ત બે જ દિવસમાં કોરોનાના કેસોએ સદી પાર કરી હતી. જ્યારે આજે આશીર્વાદ સાર્વજનિક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા કોરોના મહામારીની ત્રીજી લહેરનેને ધ્યાનમાં રાખી શહેરના બુકડી વિસ્તારમાં સવારે 9થી 10 કલાકે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લામાં શુક્રવારે 52 કેસ અને શનિવારે 77 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી પાટણ શહેરમાં બે દિવસના 38 કેસ આવ્યાં છે. ધીરે ધીરે આંતરિયાળ સાંતલપુર, સમી અને શંખેશ્વર તાલુકામાં કેસ સામે આવી રહ્યા છે. શનિવારે શંખેશ્વર તાલુકામાં 9, સમીમાં 3 અને સાંતલપુરના બાબરામાં એક કેસ નોંધાયા હતા. બે દિવસમાં જિલ્લામાં 5914 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતાં. બે દિવસમાં વધુ 9 લોકો સ્વસ્થ થતા હવે એક્ટિવ કેસ આંક જિલ્લામાં નવા કેસો સાથે 300 પહોંચ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.