ધાયણોજ ગામે પ્રા. આરોગ્ય કેન્દ્ર માટે ખેડૂત કાશીરામ પટેલે એક વીઘો જમીન દાન આપી

પાટણ
પાટણ

હાલના સમયમાં લોકો માટે આરોગ્યની સુવિધાઓ ખૂબ જરૂરી છે. ત્યારે પાટણ જિલ્લાના ધાયણોજ ગામના સેવાભાવી કાશીરામભાઈ ખોડીદાસ પટેલ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે 2500 સ્ક્વેર મીટર અંદાજે એક વીઘા ઉપરાંત તેમની જમીન દાનમાં આપી વતન પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી ધાયણોજ અને આસપાસના લોકોને આરોગ્ય સેવા મળી રહેશે આ ભૂમિ પર બનનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રવિવારે ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યુ હતું. ધાયણોજમાં અંદાજીત રૂ 90 લાખના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું રવિવારે પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ અને ગામના સરપંચ ભાયચંદજી ઠાકોરે ખાતમુહૂર્ત કર્યું હતુ. આ પ્રસંગે ઉપસ્થિત પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલ તાલુકા પંચાયત સદસ્ય ભરતજી ઠાકોર અજીત સિંહ રાજપૂત મથુરજી ઠાકોર ખોડીદાસ પટેલ એન્જિનિયર પારસ પટેલ સહિતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ભૂમિ દાન કરનાર મૂળ ધાયણોજ ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા કાશીરામભાઈ ખોડીદાસ પટેલ ની માનવતાને બિરદાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.