
પાટણમાં ‘રાહુલજી તુમ આગે બેઢો હમ તુમારે સાથ હે’ના સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા
રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરવાના વિરોધમાં આજે દેશભરમાં કોંગ્રેસ વિરોધ કરી રહી છે. ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના રેલવે ગરનાળા પાસે ગાંધીજીની પ્રતિમા સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ અને કોગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી..
પાટણમાં રવિવારે કોંગ્રેસ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવાના વિરોધમાં દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહ કરી રહી છે. જેને લઈ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે ગરનાળા પાસે ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતા. આ દરમિયાન પોલીસ અને કોગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોગ્રેસના કાર્યકરો એ ‘રાહુલજી તુમ આગે બેઢો હમ તુમારે સાથ હે’, ‘લોકશાહી બચાવો દેશ બચાવો’, ‘ભાજપ હમશે ડરતી હે પોલીસ કો આગે કરતી હે’ ના નારા લગાવ્યા હતા. પોલીસે 25 થી વધુ લોકોની અટકાયત કરી હતી.
પાટણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સિદ્ધપરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર પ્રમુખ ભરત ભાટિયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષ ના નેતા અશ્વિન પટેલ સહિત કોગ્રેસ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.