પાટણ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ધનતેરસના પાવન દિવસે ધનવંતરી પૂજન કરવામાં આવ્યું

પાટણ
પાટણ

ભારત સરકાર દ્વારા દીપાવલીનાં ધનતેરસ પર્વને રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યોછે. કહેવાય છે કે આ દિવસે ધનવંતરી દેવીની પૂજાઅર્ચના કરવાથી શરીરનું સૌરષ્ઠ અને આરોગ્ય જળવાઈ રહે છે. ત્યારે પાટણ જિલ્લા પંચાયત માં અને પાટણની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ધનતેરસના પાવન દિવસે પરંપરાગત મુજબ હર દિન હર ઘર આયુર્વેદના સંકલ્પ સાથે રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણી નિમિત્તે ધનવંતરી દેવીની પૂજાવિધીનો કાર્યક્રમ યોજાયો હતો.આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત પાટણ દ્વારા ધનવંતરી પૂજન અને સ્વાસ્થ્યની સુખાકારી માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જયાં ઉપસ્થિત આયુર્વેદ શાખાના ડોકટરો, કર્મચારીઓ તેમજ હોસ્પિટલના દર્દીઓએ માં ધનવંતરી દેવીની પૂજાઅર્ચના કરી પોતાના શરીરના સ્વાસ્થ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તો આ પ્રસંગે આયુર્વેદિક હોસ્પિટલના ડોકટર ભાર્ગવભાઈએ ઉપસ્થિત સૌ કોઈને લાંબા જીવન માટે આયુર્વેદ વિષય પર વિશેષ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે… છ ઋતુચક્રોમાં શિશીરૠતુમાં કોઈપણ વ્યકિત બીમાર ન થાય તો તેનું સમગ્ર વર્ષનિરોગી નિવડે છે.


નોંધનીય છે કે આદિકાળથી આપણી સંસ્કૃતિમાં ઋષિમુનીઓએ આર્યુવેદિક ઓષધીઓને અપનાવી સમગ્ર જીવોનાં આરોગ્યની સુખાકારી માટે આયુર્વેદિક ઔષધીની અમૂલ્ય ભેટ આપી છે. વેદપુરાણમાં આયુર્વેદિક જડીબુટ્ટીને ધનવંતરી દેવી તરીકે પૂજવામાં આવે છે ત્યારે ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં ધનતેરસના પાવન દિવસને રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યુ છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.