પાટણ માં વિવિધ ગુરુ મંદિરોમાં ગુરૂપૂજન માટે ભક્તો ઉમટ્યા
પાટણ શહેરના પંચમુખી હનુમાન મંદિરમાં બ્રહ્મલિન પૂ. નર્મદાગીરીજી મહંતની સ્થાનકે વહેલી સવારથી દર્શનાર્થીઓ ગુરુ ગાદી અને પાદુકા પૂજન માટે ઉમટ્યા હતા. સવારે મહંતના પાદુકાઓનું ભકતજનોએ પૂજન કર્યું હતું. સાંજે મંદિર પરિસરમાં ભજન કિર્તન આયોજન કારયુ છે. કાળકા મંદિરમાં બ્રહ્મલિન મહંત દેવગીરી બાપુની પ્રતિમાએ પાદુકા પૂજન બાદ કુમકુમ તિલક અને ફુલહારથી પૂજન અર્ચન કરાયું હતું.પાટણ નજીક નોરતા ગામે સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ પ્રસંગે મોટી સંખ્યા માં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને સંતના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.તો શહેરના ગોળ શેરી માં આવેલ અંબાજી માતાજી મંદિર ખાતે ની જયદેવ પ્રસાદ ની ગુરુગાદી એ ગોપાળ ભાઈ મહારાજ ને ભક્તોએ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. દેવસ્થાનોમાં ગુરુપૂજન સાથે ભંડારાનો દર્શનાર્થીઓએ લાભ લીધો હતો.પાટણ નજીક ધારાપુર રોડ પર આવેલ પાંચ પીપળ વાળી શક્તિ મંદિર પરિસર ખાતે પરમ પૂજ્ય શંકર ગિરી મહારાજ ના સાનિધ્યમાં સોમવારે રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી .આ પ્રસંગે યજ્ઞ યોજાયો હતો. સંતવાણી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અનેક રાજકીય આગેવાનો પાટણ શહેર ના સિદ્ધનાથ મહાદેવના આતુ મહારાજ નું ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ પ્રસંગે આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.તો શહેરના કરંડીયાવીર મંદિર ખાતે ની જયદેવ પ્રસાદ ની ગુરુગાદી એ ગોપાળ ભાઈ મહારાજ ને ભક્તોએ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.પાટણ ધારા સભ્ય કિરીટ પટેલ ગુરુવંદના કરી હતી.