
પાટણ જિલ્લાના 35 પરીક્ષા કેન્દ્ર પર નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર વર્ગ-3ની પરીક્ષા શરૂ
પાટણ જિલ્લાના 35 કેન્દ્ર પર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 ની પરીક્ષા આજે રવિવારે યોજાઈ રહી છે. જેમાં ઉમેદવારને પ્રવેશ દ્વાર પર ચેકિંગ કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા શરૂ થઈ હતી.પાટણ જિલ્લાના 35 પરીક્ષા કેન્દ્રો પર 8975 ઉમેદવારો સવારે 11:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી પરીક્ષા આપશે. નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 ની યોજાનાર પરીક્ષા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરતી તૈયારીઓ કરી દેવામાં આવી હતી . પરીક્ષા માટે 35 આયોગ અધિકારી, 35 તકેદારી અધિકારી, 7 ઝોનલ અધિકારી, 35 કેન્દ્ર સંચાલકોની નિમણુક કરવામાં આવી છે. કુલ 35 પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ થઈ કરી દેવામાં આવ્યા છે.
35 પરીક્ષા કેન્દ્રોની વિસ્તારથી વાત કરીએ તો, પાટણમાં 21 કેન્દ્રો, હારીજમાં 2, ચાણસ્મામાં 3, સિદ્ધપુરમાં 9 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.પાટણ જિલ્લાના 35 કેન્દ્ર પર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 ની પરીક્ષા ના સમય કરતાં એક કલાક પહેલાં પરીક્ષા સેન્ટર અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.જ્યાં પોલીસ દવરા ઉમેદવારે પ્રવેશ દ્વાર પર ચેકિંગ કરી પરીક્ષા ખંડ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.આમ શાંતિપૂર્ણ માહોલ માં પરીક્ષા શરૂ થઈ હતી.