રાધનપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપના સ્થાનિક ઉમેદવારને મુકવાની માંગણી પ્રબળ બની

પાટણ
પાટણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાધનપુર વિધાનસભા બેઠકના ભાજપના આગેવાનોની સ્થાનીક ઉમેદવાર મુકવાની માંગ પ્રબળ બની છે.બહારનો ઉમેદવાર મુકશે તો ભાજપ હારશે એવો એકસૂર રવિવારે ભાજપના અગ્રણીઓની મળેલી બેઠકમાંથી ઉઠવા પામ્યો હતો.સ્થાનિક ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોનો અલ્પેશ ઠાકોર ઉપર સીધો ઇશારો હોવાનું જણાયું હતું.
રવિવારે રાધનપુર વિધાન સભા મત વિસ્તારમાં સ્થાનિક એકતા સમિતિની બેઠક મળવા પામી હતી,આ બેઠકમાં તમામ સમાજના અગ્રણીઓ અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.ઠાકોર સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર,અજમલજી ઠાકોર, રામભાઈ આહીર, ઈશુભા મલેક સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુર એ ભાજપનો ગઢ માનવામાં આવે છે ત્યારે ૨૦૧૭ વિધાનસભા પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરને ભાજપ દ્વારા ટીકીટ આપી હતી પરંતુ પ્રજા એ ઉમેદવારનો સ્વીકાર કર્યો ન હતો અને ભાજપની હાર થઇ હતી,ત્યારે આ વખતે આવનારી ૨૦૨૨ની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારની માંગ પ્રબળ બની છે.સ્થાનિક ઉમેદવારમાં કોઈપણ સમાજના ઉમેદવારને ટીકીટ આપવામાં આવશે તો કમળને ગાંધીનગર મુકવામાં આવશે તેવી ગુંજ ઉઠી હતી અને જાે આયાતી ઉમેદવાર મુકવામાં આવશે તો ફરી એક વખત પ્રજા નક્કી કરશે કે ભાજપને જીત આપવી કે હાર પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે જણાવ્યું હતું કે રાધનપુરમાં આજે એકતા સમિતિની મિટિંગ મળી છે,તેની આશય એક તો સ્થાનિક ઉમેદવાર મુકવામાં આવે અને બીજું ભાજપ મજબૂત બને.ભાજપ અમારા માટે શિરોમાન્ય છે, અમે બધા ભાજપને વરેલા છીએ.રાધનપુર બેઠક ઉપર ગમે તે સમાજનો સ્થાનિક ઉમેદવાર આવશે તેને જીતાડવાની અમે ખાત્રી આપીએ છીએ.સ્થાનિક ઉમેદવાર નહિ આવે તો લોકો જેવું વિચારશે એવુ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.