
શંખેશ્વરની રૂપેણ નદી પરના પુલનું રિપેરિંગ કરી પહોળો કરવા માંગ, સાંકડા પુલને લીધે અકસ્માતોનું પ્રમાણ વધ્યું
વઢિયાર પંથકના યાત્રાધામ એવા શંખેશ્વરમાં દેશમાં બીજા નંબરનું જૈનતિર્થ આવેલું છે. અહીં વર્ષે દહાડે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતાં હોય છે. ત્યારે શંખેશ્વરના માર્ગ પર રૂપેણ નદીનો ગાયકવાડ સરકાર સમયે બનાવેલો પુલ સાંકડો અને જર્જરિત બનતાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. આથી લોકોમાં પુલનું રિપેરિંગ કામ અને પહોળો બનાવવાની માંગ ઉઠી છે.
શંખેશ્વર-અમદાવાદ- વિરમગામ-રાજકોટ અને સુરેન્દ્રનગરને જોડતા આ રૂટમાં દિવસ દરમિયાન હજારો વાહનોની અવર જવર થતી હોય છે.આજુબાજુના 50 જેટલા ગામડાઓના લોકોનો વ્યવહાર પણ શંખેશ્વર ખાતે રહેલો છે. આરોગ્યની સેવાઓ માટે લોકો શંખેશ્વર આવતાં હોય છે.
ગુજરાત પરિવાહન નિગમની 143 બસોની આ રૂટ પર અવર જવર રહેલી છે. જે આ ગાયકવાડી સરકાર વખતમાં બનેલા પુલ પર થી પસાર થતા અકસ્માત નો ભય રહે છે.બીજી તરફ આ પુલ સાંકડો હોઈ સામેથી આવતું વાહન લાઈટ બતાવે તો આંખો અંજાઈ જઈ અકસ્માત સર્જાવાના બનાવો પણ બની રહ્યા છે. પુલ પરથી પસાર થતા રમેશ ભાઈ જણાવ્યું હતું કે આ પુલ સેંકડો અને જાજરીત બન્યો છે અહીંયા થી મોટી સંખ્યા માં વાહનો પસાર થાય છે તો સત્વરે આ બ્રિજ રીનોવેશન કરવામાં આવે તેમ જણાવ્યું હતું.