પાટણના આનંદ સરોવરને પુન : ગુંગડી તળાવ બનતું અટકાવવા પાલિકાના સત્તાધીશો પ્રયાસો હાથ ધરે તેવી માંગ

પાટણ
પાટણ

આનંદ સરોવરમાં પથરાયેલી લીલી વેલ, અસહ્ય ગંદકી સહિત ની સમસ્યાને પાલિકા દુર કરે: પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી અને ગુજરાત ના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચુકેલા આનંદીબેન પટેલની દીર્ઘદ્રષ્ટિ થી પાટણના ગંદકીથી ખદબદતા ગુંગડી તળાવને લોક ભાગીદારી થી સ્વચ્છ બનાવી આનંદ સરોવરના નામકરણ સાથે પાટણના નગરજનોને પયૅટક સ્થળ ની ભેટ ધરવામાં આવી હતી. પરંતુ પાટણ નગરપાલિકાની ઉદાસિનતા ને કારણે આજે આ આનંદ સરોવર પુનઃ ગુંગડી તળાવ ના રૂપમાં ફેરવાઇ ગયું હોય તેવી અનુભૂતિ પાટણના નગરજનોને થઈ રહી છે.

પાટણ ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધિશોની અણ આવડત ના કારણે આજે આનંદ સરોવર મા અસહ્યં લીલી વેલ સહિત સરોવરમાં ઢલવાતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી સહિત અહીં મુકવામાં આવેલા બાળકો માટે ના મનોરંજન ના સાધનો, ઓપન એર થીયેટરની દુર્દશા,ગંદકી અને અસહ્ય બદબુ થી નર્કાગાર બનેલા શૌચાલય,  પાટણની ઓળખને પ્રસ્થાપિત કરતા રંગ ઉડેલા તૈલી ચિત્રો, આનંદ સરોવરની ફરતે બનાવેલ પાથ વે પરના ઉખડી ગયેલા બ્લોક તેમજ ઠેર ઠેર આનંદ સરોવરમાં જોવા મળતી ગંદકી સાથે અહીં દાતાઓના સહકાર થી બનેલી પાણીની પરબના નળ પણ ગાયબ થયા હોવાના કારણે અહીં વોકિંગ અર્થે આવતા શહેરીજનો તેમજ સીનીયર સીટીઝનો આનંદ સરોવરની આવી દશા જોઇને આનંદબેન પટેલ ના સ્વપ્ન સમા આનંદ સરોવર પુનઃ ગંદકી યુક્ત ગુગડી તળાવ મા પરિવતૅતી બન્યું હોય તેવો અહેસાસ કરી રહ્યા હોવાનું પાટણ શહેર કોગ્રેસ પ્રમુખ મિડિયા સમક્ષ પોતાનો બળાપો વ્યકત કરી ભાજપ શાસિત નગરપાલિકા ના સતાધીશો દ્રારા આનંદ સરોવરને સાચા અથૅ મા આનંદીબેન પટેલ ના સ્વપ્નના ને સાથૅક કરી શહેરીજનોને પણા સાચા અથૅ મા આનંદ આપે તેવું બનાવવા પ્રયાસ હાથ ધરે તેવી લાગણી સાથે માગણી વ્યકત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.