પાટણ યુનિવર્સિટીની બાકી પરીક્ષાઓ તુરંત લેવા છાત્રોની માંગ

પાટણ
પાટણ

(રખેવાળ ન્યૂઝ)પાટણ, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની સ્નાતક અને અનુસ્નાતકની છેલ્લા વર્ષની પરીક્ષા બાકી હોય તે ઝડપથી લેવા માટે છાત્રો દ્વારા મંગળવારના રોજ કુલપતિને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.જાે પરીક્ષાઓ ઝડપથી પૂર્ણ નહીં થાય તો પરિણામ આવવામાં વિલંબ થશે. જેથી છાત્રોને આગામી નવીન સત્રમાં પ્રવેશ લેવામાં મુશ્કેલી પડશે તેવો ભય ઉભો થવા પામ્યો છે.

યુનિવર્સિટી દ્વારા કોરોનાના કારણે પરીક્ષાઓ વિભાજન કરીને લેવામાં આવી રહી છે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષાઓ પૂર્ણ થવા પામી છે. સ્નાતક સેમ ૫ અને અનુસ્નાતક સેમ ૩ની પરીક્ષાઓ બાકી હોય સત્વરે પરીક્ષાઓ લેવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને લેખિતમાં રજૂઆત કરી વિનંતી કરવામાં આવી હતી.

જાે પરીક્ષાઓ માર્ચ મહિના સુધીમાં પૂર્ણ કરીને પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો આગામી નવીન સત્રમાં પ્રવેશ લેવામાં છાત્રોને ભારે મુશ્કેલી ઊભી થશે તો છાત્રોને પ્રવેશથી વંચિત રહેવાનો પણ વારો આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.