પાટણમાં ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન સ્થળોએ પોલીસ પોઈન્ટ મુકવાની માંગ
પાટણ શહેરમાં ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો અને રાહદારીઓ દરરોજ પરેશાની ભોગવી રહ્યા છે. શહેરના અનેક રોડ રસ્તાઓ, ચોક, ક્રોસિંગ પર રોજ સવારે અને સાંજે પિક અવર્સમાં જે રીતે ટ્રાફિક જામ થાય છે. ત્યારે આવા સ્થળોએ પોલીસ પોઈન્ટ મુકવાની માંગ શહેર કોંગ્રેસ પ્રમુખે કરી છે.
પાટણમાં રેલવેના પહેલા નાળે અને રેલવે સ્ટેશન પર વળાકમાં રાબેતા મુજબ ટ્રાફિક જામ થાય છે. રેલવે ગરનાળા પાસે બન્ને તરફ મોટા મોટા ખાડા હોવાથી વાહનો અટકી અટકીને પસાર થતા હોવાથી બંને તરફ ટ્રાફિક જામ સર્જાય છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. આ અંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે જણાવ્યું કે, આ નાળાના ખાડા પુરવા જોઈએ. અહીં સવારે 10 થી 12 અને સાંજે 4 થી 7 દરમિયાન ટ્રાફિકજામ થાય છે. આ ગરનાળા પાસેથી પાંચ પાંચ રસ્તાઓનો સંગમ થાય છે જેથી વાહનોનો ઘસારો વ્યાપક રહે છે. આ સમયે અહીં પોલીસ બંદોબસ્ત મુકવો જોઈએ તેવી માગ કરી હતી.