યુનિવર્સિટીમાં ઉનાળુ વેકેશનમાં 5 દિવસનો વધારો કરવા માંગણી
હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી માં ગુરુવારે ગુજરાત મહા વિદ્યાલય શૈક્ષિક સંઘ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ દ્વારા યુનિવર્સિટી દ્વારા ઉનાળુ વેકેશન 49 દિવસના બદલે પાંચ દિવસનો ઘટાડો કરી 44 દિવસ કરવામાં આવેલ હોય તે નિર્ણય રદ કરી કોલેજો અને કર્મચારીઓના હિતમાં રાબેતા મુજબ ઉનાળુ વેકેશન રાખવામાં આવે તેવી રજીસ્ટ્રાર ડી.એમ.પટેલને રજુઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં ડો. રોહિતકુમાર એન.દેસાઈ, ડો.લલિતભાઈ એસ.પટેલ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.