રાધનપુરની રામનગર સોસાયટી માં લોકસભાની ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય

પાટણ
પાટણ

રાધનપુર વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટીમાં 23/2 /24 ના રોજ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો તે લોકસભાની ચૂંટણીમાં બહિષ્કાર યથાવત રહેવા પામ્યો છે રામનગર ના સોસાયટીના રહીશો દ્વારા માંગ કરવામાં આવી હતીકે રોડ રસ્તા તેમજ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં માંગ કરી હતી પરંતુ આજદિન  સુધીમાં કોઈ જવાબદાર અધિકારી કે રાજકીય આગેવાન દ્વારા વિસ્તારની મુલાકાત ન લેતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

રાધનપુર વોર્ડ નંબર 7 માં આવેલ ધારાસભ્ય લવિંગજી સોલંકીના  નિવાસ સ્થાન થી માત્ર એક કિલોમીટર દૂર આવેલ રામનગર સોસાયટીમાં આવનારી. લોકસભાની ચૂંટણીમા બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી તે યથાવત રહેવા પામીછે  સોસાયટીમાં જીયુડીશી દ્વારા ચાલી રહેલ જલ શે નળ યોજના અંતર્ગત તમામ રોડ તોડી નાખવામાં આવ્યા છે અને અને રોડ રસ્તા તૂટી જવાના કારણે ઠેર – ઠેર મોટા ખાડાઓ પડવાના કારણે ભારે હાલાકી પડી રહી છે.

તેમજ ગટરની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા ખરાબ હાલતમાં હોવાથી સોસાયટીના રહીશો દ્વારા પાલિકાને અનેકવાર રજૂઆતો કરવા છતાં પાયાની સુવિધાથી વંચિત રહેતા લોકસભાની  ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે તે યથાવત રહેવા છે પામી  છે પાલિકા વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટીના રહીશોએ ચુંટણીનો બહિષ્કાર કર્યો છે. ચુંટણી દરમિયાન કોઇ મત માંગવા આવવુ નહી એવા લખાણવાળા બેનરો  સોસાયટીના ગેટ પર લગાડવામાં આવ્યા છે.તેમજ પ્રાથમિક સુવિધા ન હોવા છતા 100 ટકા વેરા વસુલ કરવામાં આવે છે. તેમ છતાં પાયાની સુવિધાઓ ગટર વ્યવસ્થા સાફ – સફાઈ રોડ રસ્તા લોક સભાની ચુંટણી પહેલા નહિ બનાવવામાં આવેતો મતદાન નહિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, રામનગર સોસાયટી ના સ્થાનિક  ગીતાબેન સહિતના અન્ય સ્થાનિકો એ જણાવ્યું હતુંકે અમો સ્થાનિક દ્વારા પાલિકા ને અનેક વાર રજૂઆત કરવા છતાં પાલિકા ના જવાબદાર અધિકારી અમારું કોઈ સાંભળતાં નહિ અને આવનારી લોક સભાની ચુંટણી માં અમો કોઈ પણ મતદાન નહિ કરીએ તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.