દશાવાડાના બાઇકચાલકે ઓવરટેક કરતાં ચાર શખ્સોએ મૂઢ માર માર્યો

પાટણ
પાટણ

સિદ્ધપુર તાલુકાના કાલેડા ગામે બાઈક ઓવરટેક કરવા બાબતે દશાવાડા ગામના યુવક ઉપર ચાર શખ્સોએ હુમલો કરી દીવાલ સાથે માથું અથડાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા તમામ શખ્સો સામે કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થવા પામી હતી.

દશાવાડા ગામના સુનીલજી હિરાજી ઠાકોર 27મીના રોજ સાંજના મોટર સાઇકલ લઇને કાલેડા ગામે દૂધ ભરાવવા ગયેલ હતો. ત્યારે મોટર સાઇકલની સાઇડ કાપવા બાબતે કાલેડા ગામના ઠાકોર ટીનાજી મનાજી, ઠાકોર ગેડાજી જલાજી, ઠાકોર જયરાજી જલાજી અને ઠાકોર ગોલાજી બબાજી રહે. કાલેડા સાથે બોલાચાલી થયેલી જેની અદાવત રાખી આ શખ્સોએ ડેરીમાં દૂધ ભરાવવા ગયેલ સુનીલ ઠાકોરને સાંજના કેમ હોશિયારી કરતો હતો.

તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી ધોકા વડે બરડામાં, ડાબા પગના ઢીંચણ નીચે ધોકા વડે માર માર્યો હતો. એક શખ્સે વાળ પકડી દીવાલ સાથે માથું ભટકાવ્યું હતું. જ્યારે છાતી તથા પેટના ભાગે ગડદા પાટુનો માર મારી શરીરે નાની મોટી ઈજાઓ કરી હતી. અને હવે પછી ગામમાં આવ્યો છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ અંગે કાકોશી પોલીસ મથકે સુનિલ ઠાકોરે ફરિયાદ આપતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.