પાટણમાં ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી અશ્લીલ મેસેજો કરતો ઇસમને સાયબર ક્રાઇમની ટીમે પકડી પડ્યો
પાટણ શહેર બી ડિવિઝન પોલિસ સ્ટેશનમાં ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી અશ્લીલ મેસેજો કરતા ઇસમ વિરુદ્ધ નિધાયેલ ગુના ના આરોપી ને પોલીસે પાટણ પંચમુખી કોમ્પલેક્ષ પાછળ ના ભાગે થી સાયબર ક્રાઇમ સેલે પકડી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરોજ આ કામના અરજદારના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાં ફરીયાદીનો ફોટો મુકી ફરીયાદીના નામથી તેમના સગાસબંધી તેમજ તેમની સોસાયટીના લોકો સાથે બિભત્સ અશ્લીલ લખાણ લખી મેસેજો કરી હેરાન પરેશાન કરે છે જે લગતની અરજી અત્રેના સાયબર ક્રાઇમ સેલ ખાતે કરેલ હતી.જે અરજી અનુસંધાને પાટણ સીટી બી ડીવી ગુનો નોંધાયેલ છે જે ગુન્હાની ગંભીરતાને લઈ પોલીસે આરોપીને સત્વરે પકડી પાડવા સારૂ સુચના આધારે સાયબર ક્રાઇમ સેલ ટીમ આરોપીની વોચ-તપાસમાં હતા તે દરમ્યાન ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન રીસોર્સના આધારે આરોપીને પાટણ પંચમુખી કોમ્પલેક્ષના પાછળના ભાગે હાજર હોવાની હકીકત મળતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી કરવા સારૂ પાટણ સીટી બી ડીવી પો.સ્ટે ખાતે સોપવામાં આવેલ છે.