
પાટણ પાલિકા દ્વારા રખડતાં ઢોરોને ડબ્બે પૂરવાની કામગીરી શરૂ કરાઇ
પાટણ નગરપાલિકાનું ઢોર ડબ્બે કરવાનું ક્ષતિગ્રસ્ત બનેલ પાંજરું આખરે પાલિકા દ્વારા રીપેરીંગ કરવામાં આવતા પાલિકાની ઢોર ડબ્બે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જેમા નગરપાલિકા દ્વારા શહેરમા રખડતા ઢોરની સમસ્યાને નિવારવા હાથ ધરાયેલી ઢોર ડબ્બાની પ્રથમ દિવસની કામગીરી દરમિયાન ઢોર ડબ્બાના કર્મચારીઓ દ્વારા શહેરના ભદ્ર વિસ્તારમાંથી 10 જેટલા રખડતા ઢોરોને ડબ્બે કરી મોતીસા દરવાજા ખાતેના ઢોર ડબ્બામાં લઈ જવામાં આવ્યા હતા.પરંતુ આ ઢોર ડબ્બામા ઢોરો માંટે પૂરતી સુવિધા નહિ હોવાના કારણે રખડતાં ઢોરોને મોતીસા દરવાજાના ઢોર ડબ્બામાથી પાટણ સ્થિત પાંજરાપોળમાં રવાના કરનાર હોવાનું ઢોર ડબ્બાની કામગીરી સંભાળી રહેલા પાલિકાના કર્મચારીએ જણાવ્યું હતું.આમ પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બંધ પડેલી રખડતા ઢોર ડબ્બે કરવાની જુમ્બેશ પાલિકા દ્વારા પુનઃશરૂ કરવામાં આવી છે.ત્યારે આ ઝુંબેશ કાયમી ધોરણે ચાલુ રહે અને રખડતા ઢોરોની સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ મળે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.