
વર્તમાનમાં પાટણ જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન અંબાજી ખાતે યોજાયું
પાટણ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે 34મું શૈક્ષણિક વહીવટી અધિવેશન જગતજનની મા અંબાના સાર્નિધ્યમાં અંબાજીમાં યોજાયુ હતું.જેમાં પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી,બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.જેમાં ગુજરાત આચાર્ય સંઘના મહામંત્રી ઉમેશભાઈ પટેલ,જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાટણના કનિયાન અધિક્ષક ડો.સુરેશભાઈ એસ.પટેલ,કચેરીના ઇ.આઇ ડો.મધુબહેન દેસાઈ,અનિષાબેન પ્રજાપતિ,ભરતભાઈ પટેલ તેમજ જિલ્લા રોજગાર અધિકારી,પાટણ એચ.એચ.ગઢવી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે આ પ્રસંગે આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પટેલ,તેમજ વયનિવૃત્ત આચાર્ય પ્રહલાદભાઈ પટેલ,ડાહ્યાભાઈ પટેલ,એમ.આઇ પઠાણનું વયનિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારે આ પ્રસંગે આચાર્યઓના તેજસ્વી સંતાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.જે અધિવેશનના બંને સત્રમાં તજજ્ઞ વક્તાઓ દ્વારા વહીવટી તથા શાળા સંચાલનમાં આચાર્યની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સમગ્ર અધિવેશનના કાર્યક્રમનું ઉદ્ઘોષક તરીકે અજીતભાઇ ભાલૈયા, અરવિંદભાઈ દેસાઈ,રમેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતુ.જેમાં સમગ્ર અધિવેશનને સફળ બનાવવા માટે પાટણ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ડો.મનીષભાઈ પટેલ,મહામંત્રી દીપકભાઈ બારોટ તથા કારોબારી સભ્યઓએ ભારે જહેમત ઊઠાવી હતી.