
પાટણ શહેરની બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને ફટાકડા આપવામાં આવ્યા
દિવાળી અને દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે જેને લઈ શાળામાં અભ્યાસ કરતાં બાલ મંદિર , બાલ વર્ગ અને ધોરણ 1 થી 8 ના તામમ બાળકોને ફટાકડા આપવામાં આવ્યા આવ્યા હતા અને દિપાવલી નું મહત્વ દરેક બાળકોને સમજાવવામાં આવ્યું હતું અને સાથે સાથે દિપાવલી ના પાંચ દિવસ નું મહત્વ અને જુદા જુદા રાજ્ય માં દિવાળી કેવી રીતે ઉજવામાં આવે છે તેની પણ સમજ આપવામાં આવી હતી.અને ભાઈ બીજ ના તહેવાર માં ભાઈ -બહેન નું કેટલું મહત્વ હોય છે તેવી અનેક બાબતો ની સમજ આપવામાં આવી હતી.
અને સાથે સાથે ફટાકડા ફોડતી સમયે કેવી કેવી બાબતો નું ધ્યાન રાખવું તેની પણ સમજ આપવામાં આવી . તેમજ ફટાકડા ના અવાજ થી અવાજ અને હવાના પ્રદૂષણની વિપરિત અસરો સામે જાગૃતિ કેવી રીતે લાવવી તેની પણ સમજ આપવામાં આવી હતી.